રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહિસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ખાતે ટેકાના ભાવે રૂ.975 માં ચણાની ખરીદી શરૂ કરવામાં આવતાં જીલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ લુણાવાડા ખાનપુર,વિરપુર સહિત બાલાસિનોર તાલુકાના ખેડૂતોએ રાજીસ્ટેશન કરાવ્યા બાદ ચણા ની ખરીદી શરૂ થતા ખેડૂતો વાહન કરીને અંદાજિત 40 કિલોમીટર દૂર થી ટેકાના ભાવે ચણા વેચાણ કરવા માટે વહેલી સવારથી લુણાવાડા એપીએમસી માર્કેટમાં વાહનોની લાઈનો લાગી હતી. ત્યારે ચણા ની ખરીદી ચાલુ થતા એક ખેડૂત પાસેથી માત્ર ૨૫ ટકા જેટલા ચણા ની ખરીદી કરવામાં આવતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા અને માર્કેટના સંચાલકોને રજૂઆત કરી હતી પરંતુ સરકાર નો નિર્ણય હોવાનું એપીએમસી ના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવતા ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા હતા. દૂર દૂર થી આવેલા ખેડૂતો ને મોટા ભાગના ચણા પાછા લઇ જવા પડતા વાહનનું ભાડું સહિત મહેનત માથે પડતા ખેડૂતો ને સહન કરવું પડ્યું હતું ત્યારે હાલ તો વધેલા ચણા ક્યાં વહેંચવા અને જો સંગ્રહ કરીએ તો જીવાતો પડે અને વરસાદ પણ માથે હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.