રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ગુજરાત રાજ્ય પોલીસ મહાનિદેશક ગાંધીનગરનાઓ તરફથી રાખવામા આવેલ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન મહિસાગર એસ.પી ઉષા રાડા વિદેશી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કડક અમલવારી કરવા સુચના કરતા એલ.સી.બી પી.એસ.આઈ એમ.કે.માલવીયાની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો સાથે લુણાવાડા થી મલેકપુર રોડ ઉપર ખાનગી તથા સરકારી વાહનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન એમ.કે.માલવીયા સાહેબને ખાનગી બાતમીદારની બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર કલરની શંકાસ્પદ મેકસ ગાડી દારૂ ભરી મલેકપુરથી લુણાવાડા તરફ આવનાર છે. તેવી બાતમી આધારે દલજીના ચાકલીયા ગામ પાસે રસ્તામાં વોચમાં ઉભા હતા દરમ્યાન એક સીલ્વર કલરની શંકાસ્પદ મેકસ ગાડી આવતા તેને રોકતા મેકસ ગાડીના ચાલકે તેઓની ગાડી રોડની સાઇડમાં ઉભી કરી દીધેલ અને સદર મેકસ ગાડીમાં પાછળની સીટોમાં જોતા પરપ્રાન્તીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ખાખી પુઠાના બોકસમાં ભરેલ હોય જેથી મેકસ ગાડીમાં જોતા એક ઇસમ ડ્રાઇવીંગ સીટ ઉપર બેસેલ તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ શૈલેષકુમાર દલાભાઇ માલીવાડ રહે કેશરપુરા તા.કડાણા જી.મહિસાગર જણાવેલ. સદર મેક્સ ગાડીમા જોતા પરપ્રાન્તની બનાવટનો વ્હીસ્કી દારૂ તથા બીયર નાની મોટી બોટલો કુલ નંગ-૨૧૬ જે તમામ બોટલોની કુલ કી.રૂ.૨૭,૩૬૦/- તથા મેકસ ગાડીની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ – ૪ કિ.રૂ.૧૫,૫૦૦/- તથા રોકડ રૂા.૪,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૬,૮૬૦/- નો મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેના મોબાઇલ ફોન આધારે મુદ્દામાલ મંગાવનાર કનકભાઇ શાન્તિલાલ માછી તથા મયંકકુમાર સુરેશભાઇ પટેલ બંન્ને રહે પટ્ટણ તા.લુણાવાડા જી.મહિસાગર નાઓની તપાસ કરતા મળી આવેલ હોય જેથી તમામ આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાથી તેઓના સામે પ્રોહી એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી તાપસ હાથ ધરી હતી.