ગોધરા શહેરમાં આવેલી અતિથી હોટલની રૂમમાથી સુરતના યૂવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહને સીવીલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ગોધરા શહેરમા બસ સ્ટેશન પાસે આવેલી અતિથી હોટલમા સુરતના કતારગામ વિસ્તારમા રહેતા વિપુલભાઇ કાકડીયા ૬ દિવસ પહેલા આવીને રોકાયા હતા. રવિવારના રોજ બપોરના સમયે તેમનો મૃતદેહ હોટલના રુમમાથી મરણ પામેલી હાલતમા મળી આવતા ચકચાર મચી હતી. આ મામલે હોટલ સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ હોટલ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. યુવાનના મૃતદેહને સિવીલ હોસ્પીટલ ખાતે પોર્સ્ટમોટમ ખસેડવામા આવ્યો હતો. પોલીસ દ્વારા બનેલા બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામા આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.