જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે

Gir - Somnath Gujarat Junagadh Latest

જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર પૂંછડી પકડી વાનરને ખેંચ્યો, ઢસડતાં દૃશ્યો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે.

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. લોકો પૂણ્યનું ભાથું બાંધવા માટે લીલી પરિક્રમા કરતા હોય છે. એવામાં પરિક્રમા દરમિયાન એક યાત્રાળુ દરમિયાન વાનરની કનડગત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રાણીપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને લઈ લોકોના મનમાં પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે આમાં પ્રાણી કોણ?

વનવિભાગની સૂચનાનો ઉલાળિયો કર્યો
ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભ પહેલા જ વનવિભાગ દ્વારા કોઈ વન્યપ્રાણીની કનડગત ન કરવાનો આદેશ આપતું હોય છે. પરંતુ, પરિક્રમાના રૂટ પર શાંતિથી બેસેલા એક વાનરની પૂંછ પકડી કનડગત કરતા પ્રવાસીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાનરની કનડગત કરતા જોઈ એક મહિલા બોલી ઉઠ્યા- ‘માણા થાવ હવે’
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો છે તેમાં પરિક્રમાના રૂટની બાજુ પર બે વાનર બેસેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થઈ રહેલો એક પ્રવાસી વાનરની નજીક જાય છે અને પૂંછ પકડી કનડગત કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે જ અન્ય પ્રવાસીઓમાંથી એક મહિલા બોલી ઉઠે છે કે, ‘માણા થાવ હવે’

વનવિભાગે ટીખળખોરની શોધખોળ હાથ ધરી
પરિક્રમાના રૂટ પર વાનરની કનડગત કરતા યાત્રાળુનો વીડિયો વાઈરલ થતા વનવિભાગ દ્વારા વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *