રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાના કાળાપણ ગામે બે સગા ભાઈઓએ મળીને મોટા ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મૃતક રમેશ વાજા તે ક્યાંય પણ કમાતો નહોતો રમેશ ને લગ્ન કરવાના હતા. જે બાબતે ઘરમાં અવાર નવાર માથાકૂટ થતી હતી. આજે ફરીવાર માથાકૂટ થતા મોટાભાઈએ રમેશ ભાઇ ભરત વાજા નાના ભાઈ જયંતિ વાજા ઓને બિભસ્ત ગાળો આપતા મામલો બિચક્યો હતો અને બંને નાના ભાઈઓએ દોરીથી ગળાટૂંપો આપી મોટા ભાઈની હત્યા કરી હતી. હાલ મળતી માહિતી મુજબ કાળાપણ ગામે જાહી બેન વાજા તેમના ત્રણ સંતાનો હતા તેમનો મોટો દીકરો રમેશ વાજા જયંતિ વાજાભરત વાજા મોટો દીકરો રમેશ વાજા વધતી જતી ઉંમર અને કોઈ પણ ધંધો કામ કરતો ન હતો તે અવાર-નવાર ઝગડો લગ્ન બાબતે કરતો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ જાહીબેન સાથે બોલાચાલી રમેશ કરતા તેવામાં ઘરે ભરત ભાઇ અને જન્તી ભાઇ ને પણ ભૂંડી ગાળો દેતા રમેશ સાથે ઝઘડો કરતા ઉગ્ર બોલાચાલી વધતા આરોપી ભરત વાજા અને જયંતિ વાજા તેઓએ મોટા ભાઈ રમેશને કુહાડીના હાથ વડે મૂઢ માર મારી રમેશ ને નીચે પછાડી દેતા આરોપી જેન્તી અને ભરત તેમના મોટાભાઈ રમેશભાઈ છાતી પર ચડીને ઘરમાંથી દોરી લઇને રમેશ ના ગળા માં નાખીને સામસામે બાજુથી દોરી ખેંચી ને રમેશ ને ગળા ટુપો દઈ ને તેમના મોટા ભાઇનું ઢીમ ઢાળી દીધું આ બનાવની જાણ રમેશ ની માતા જાહીબેન ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભરત વાજા અને જેન્તી વાજા વિરુદ્ધ આઈ.પી.સી કલમ ૩૦૨, ૩૨૩,૫૦૪, ૧૧૪, મુજબનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડી ઉનાના પી.આઈ વી.એમ ચૌધરીએ તપાસ હાથ ધરી છે.