કોરોના વોરિયર્સ અમરેલી જિલ્લાની આરોગ્ય વિભાગની ટિમ દ્વારા અમદાવાદ શહેરમાં બેનમૂન કામગીરી હાથ ધરવામાં આવી

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગની કુલ આઠ આર.બી એસ.કે. ટીમો સતત છેલ્લાં પંદર દિવસથી અમદાવાદ ખાતે કોરોના સંક્રમણ અંતર્ગત એક્ટિવ કેસ સર્વેની કામગીરી કરી છે.

કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ફરી મેડિકલ ઓફિસર, ફાર્મા સિસ્ટ અને આરોગ્ય કાર્યકર ની ટીમ દ્વારા તાવ, શરદી, ઉધરસ, બીપી, ડાયાબિટીસ વગેરે ના દર્દીઓ શોધી, સગર્ભા, નાના બાળકો અને ઉંમરલાયક વૃદ્ધોની માહિતી એકઠી કરી હેલ્થ સેન્ટરની સાથે સંકલન કરતા નવા કેસ શોધી સારવાર અને કોન્ટેક્ટ ટ્રેસિંગની મહત્ત્વ ની કામગીરીમાં ઉમદા યોગદાન આપેલ છે.

ઉપરાંત, આયુષ વિભાગના સંકલન થી હોમિયોપેથીક દવાઓ અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય શિક્ષણ આપી જન જાગૃતિની પ્રવૃતિ પણ કરી છે. આમ, અમરેલી અને અમદાવાદ આરોગ્ય વિભાગના સંકલન થી છેલ્લા ૧૫ દિવસ માં ૧૫૦૦૦ થી વધુ ઘરો માં ૬૦૦૦૦ થી વધુ લોકો સુધી પહોંચી ડો. હરિવદન પરમાર, ડો. કિરણ ગેડીયા, ડો. નિરવ બોરીચા, ડો. જલ્પા કણક, ડો. રાધિકા ત્રિવેદી, ડો. ઋત્વિક પટેલ, મેહુલ બગડા, મિલન પંડ્યા, મૌલિક ધડુક, રાધિકા વાઢેર વગેરે ૨૨ કોરોના વોરિયર્સ ની ટીમ એ કોરોના મહામારી નાથવા મહત્ત્વ નું યોગદાન આપ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *