રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ગારીયાધાર બાપાસીતારામ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પમાં ૧૦૦૮ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
ગારીયાધાર સીતારામ હોસ્પિટલ પરિસરમાં કેળવણી રત્ન મનુભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સુધીરભાઈ વાઘાણી ગ્રુપના સૌજન્ય થી મહારક્ત દાન કેમ્પમાં માંધાતા ગ્રુપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજુભાઇ સોલંકી અને ઠાકોર સમાજ અગ્રણી કેળવણી રત્ન મનુભાઈ ચાવડા ની ઉપસ્થિતિ રહ્યા હતા.
મહારક્તદાન કેમ્પમાં સમસ્ત ગારીયાધાર તાલુકામાં સામાજિક સંવાદિતાના અદભુત દર્શન સ્વૈચ્છિક રક્તદાન માટે અદમ્ય ઉત્સાહ અઢારે આલમ ને રકનદાન માટે ઉત્સાહિત કરતા સુધીરભાઈ વાઘાણી માનવ સેવા એજ માધવ સેવાને મૂર્તિમંત્ર બનાવી સમાજ સેવાના હિમાયતી અલ્પ વયે અકલ્પનિય પ્રવૃત્તિઓમાં ઉદાર સખાવતો કરતા સુધીરભાઈ વાઘાણી ના સૌજન્ય થી ગારીયાધાર ખાતે સીતારામ હોસ્પિટલ પરિસરમાં યોજાયેલ મહારક્ત દાન માં ૧૦૦૮ બોટલ રક્ત એકત્રિત કરાયું. સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગર રેડક્રોસ સોસાયટી રાજકોટ અને રેડકોર્સ સોસાયટી અમરેલીનું બેનમૂન સંકલન રંગ લાવ્યું રક્તદાતાઓ ને અતિ આકર્ષક ચેર અને છત્રીથી નવજતા અગ્રણીઓ રક્તદાન કેમ્પ સ્થળે જનજાગૃતિ માટે વિચાર પ્રેરક હદયસ્પર્શી સૂત્રો અકલ્પનિય અવેરનેસ સુધીરભાઈ વાઘાણી ગ્રુપની દુરંદેશી એ મહા રક્તદાન કેમ્પને ભવ્ય સફળતા મળી હતી.