રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
રાજુલા તાલુકાના વાવેરા ગામે ઘણા બધા અવેડા બનાવાયા આવ્યા છે પણ માત્ર શોભા સમના છે.
વાવેરા ગામમાં પાણી પણ ખુબજ છે પણ વાવેરા ગ્રામ પંચાયત ની બેદરકારી થી લોકો સુધી પાણી પહોસતુ નથી વાવેરા ગામ નજીક ધાતરવડી ડેમ એક આવેલ છે તે ડેમમાં પાણી રાજુલા જાફરાબાદ બંને તાલુકા ને પુરૂ પાડે છે પણ વાવેરા ગામમાં પાણી માટે લોકો ને હેરાન પરેશાન થવુ પડે છે
તેમજ વાવેરા ગ્રામ પંચાયતની બેદરકારી થી શેરીઓમાં ખુબ મોટી સંખ્યામાં ગંદકી જોવા મળે છે હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે વાવેરા ગામમાં ખુબજ ગંદકી જોવા મળી છે અને ઘણી વખત સરપંચ ને રજૂઆત કરવા છતાં હજુ આજ દિન સુધી ગંદકી દુર કરવા મા આવી નથી. ગંદકી થી લોકોને તાવ મેલેરીયા જેરી મેલેરિયા જેવા રોગો પણ થાય છે પણ વાવેરા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામા આવતા નથી.