જિલ્લા રમત ગમત કચેરી અમરેલી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત પટેલ શેક્ષણીક સંકુલ અમરેલી ખાતે ઉત્સાહભેર જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે. અહીંયા વહીવટ તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રમત ગમત અધિકારી અશરફ કુરેશીએ ગુજરાત સરકારના રમત ગમત વિભાગ દ્વારા સાંપ્રત સમયમાં આવી સેલ્ફ ડીફેન્સની સ્પર્ધા યોજી બાળકીઓ મહિલાઓ પણ સ્વરક્ષણ કરવા પ્રેરણા મેળવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે તથા બાળકને મોબાઈલ ટ્રેન્ડથી દુર કરી મેદાનમાં લાવવા બદલ વાલીઓને અભિનંદન આપ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાજ્ય કરાટે એસોસીએશનના રેફરી ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા થનાર ખેલાડીઓ આગામી મે મહિનામાં જિલ્લા વતી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોશી, યુવાન રમત ગમત અધિકારી અશરફ કુરેશી, સંસ્થાના ટ્રસ્ટી ચતુરભાઈ ખુંટ, રામાણી દાદા, સ્પોર્ટ્સ ડાયરેક્ટર મગન વસોયા ,સિનિયર કોચ હેલી જોશી બહોળી સહિત સંખ્યામાં સ્પર્ધકો અને કોચ શિક્ષકો સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Home > Saurashtra > Amreli > અમરેલીમાં જિલ્લાકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઇ, વિજેતા ખેલાડી રાજ્યકક્ષાએ રમવા જશે.