રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યવિભાગની સઘન કામગીરીથી ૪૫ માંથી ૪૨ દર્દી કોરોનામુક્ત થયા
સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડી-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાને હરાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામાગીરી કરી રહ્યું છે. જેના પરીણામે આજે ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોનાને હરાવી જંગ જીતી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સઘન કામગીરીથી જિલ્લામાં ૪૫ માંથી ૪૨ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.
કોવીડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. તેમા ઉના તાલુકાના વાસોજ ગામના અરવીંદ બાબુ ઝાલા ઉ.વ.૪૦, અંજાર ગામના અરશી ભાવના પરમાર ઉ.વ.૪૫, ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામના ભુપત વીરજી માલવીયા ઉ.વ.૫૫, ફાટસર ગામના સુનીલ કાલા પરમાર ઉ.વ. ૨૦ અને તાલાળા તાલુકાના હડમતિયા ગામના વૈભવ જમન ભંડેરી ઉ.વ.૨૨ અને પ્રજ્ઞા વૈભવ ભંડેરી ઉ.વ.૨૪ કોરોનામુક્ત થતા રજા આપવામાં આવી હતી. તેઓએ સરકારશ્રીનો અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા ખુબ જ સારી સારવાર આપવામાં આવી છે. જેના કારણે અમે સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે જઇ રહ્યા છીએ. ક્વોલીટી એશ્યોરસન્સ મેડીકલ અધિકારી ડો.બામરોટીયાએ કોરોનામુક્ત દર્દીઓને પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે માસ્ક અને સામાજીક અંતર રાખવા માટે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવીડ કેર સેન્ટર, સોમનાથ ખાતે હાલમાં કોઇ કોરોના દર્દી દાખલ નથી. સિવિલ હોસ્પિટલ, વેરાવળ ખાતે ૩ દર્દી સારવાર લઇ રહ્યા છે. જે પણ ટુંક સમયમાં સ્વસ્થ થશે. ગીર-સોમનાથ જિલ્લો ફરી કોરોનામુક્ત થવા પગલા ભરી રહ્યો છે. આગામી દિવસોમાં કોરોનાને કેસ નોંધાશે નહી તો ગીર-સોમનાથ જિલ્લો કોરોનામુક્ત જરૂર થશે.