રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
બગસરા તાલુકાના મોટા મુજયાસર ગામના ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં તલ, બાજરી, મગફળી, નું વાવેતર કર્યું પરંતુ લોકડાઉના કારણે નિકાશ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે ખેડૂતો ક્યાંકને ક્યાંક મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા છે ત્યારે હાલ બગસરા તાલુકાના મોટા મુજયાસર ગામે ખેડૂતે પોતાના ખેતરમાં તલ, બાજરી, મઞફળી, જેવા ઉનાળુ પાક મોટી આશાએ વાવેતર કર્યું અને તલ બાજરી મગફળી ઉત્પાદન ઘણું થયું પરંતુ લોકડાઉનના કારણે તેનો કોઈ જગ્યાએ નિકાસન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ખેડૂતે જણાવ્યું હતું કે હાલ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાનની થયેલ છે. સોમાસુ પણ હવે નજીક હોય જેથી ખેતરમાંથી પાક ઉપાડેલ નથી ત્યાં કમોસમી વરસાદ પડતાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે વળતર મળે તેવી આશા રાખેલ છે.