રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના બગસરામાં આશરે પંદર દિવસ પહેલા ૧૧ વર્ષના બાળકનો પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે હાલ આ 11 વર્ષીય તરૂણનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા હાલ આ બાળક નેગેટીવ આવેલ છે અને તે સ્વસ્થ થઇ જતા આજે ૧૫મા દિવસે તેઓને ફરી બગસરામાં લાવતા અશ્રુભીની આંખો થી સૌના હેતના આંસુ જોવા મળી રહ્યા હતા. ત્યારે વાત કરીએ તો લોકોમાં પણ ક્યાંક ને કયાક હર્ષના આંસુ સાથે હારતોરા કરી અને કુલ થી સન્માનિત કર્યા હતા અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી ત્યારે બીજી બાજુ તેમના પરિવારમાં બાળક એકલું ન રહી શકે ત્યાર તંત્રને રજૂઆત કરતાં અંતે તંત્ર દ્વારા તેમની માતાને આ બાળક સાથે રહેવાની છૂટ આપી હોય તે હવે તેમનું પણ મેડિકલ ચેકઅપ કરી આજે ફરી તેના વતન બગસરા મુકામે આવતા તે વિસ્તારના લોકો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને પી.આઈ મકવાણા હાજર રહી આ બાળક ને અને તેની માતાને સન્માનિત કરવામાં આવેલ હતા ત્યારે બગસરા પોલીસ સ્ટાફ ખડેપગે રહી અને સોશ્યિલ ડિસ્ટન્સ રહે તેવા પ્રયાસો કરી અને લોકોને પણ સંમત કર્યા હતા ત્યારે લોકોએ પણ આ બાળક અને તેની માતાને થાળીયો વગાડી અને ફુલહારથી સન્માનિત કર્યા હતા ત્યારે આ બાબતે બાળકની માતાએ અશ્રુભીની આંખોએ કંઈક આવું જણાવ્યું હતું.