ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૧ ના પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં અનલોક-૧ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને મળેલ સત્તાની રૂએ તકેદારીના ભાગરૂપે જરૂરી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.

જિલ્લામાં આવેલ ઓડીટોરીમ, ટાઉનહોલ, પાર્ટીપ્લોટ, લગ્નવાડી, ગેમઝોન, રીક્રીએશન કલબ, સ્વીમીંગ પુલ, વોટરપાર્ક, ડાન્સ કલાસીસ, મેરેજ હોલ, સિનેમા, નાટ્યગુહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કલબ હાઉસ, ગાર્ડન, બાગ-બગીચા, શોપીંગ મોલ, સ્થાનિક માર્કેટ/રવિવારી બજાર, ચોપાટી તેમજ પ્રવાસન સ્થળોએ ભીડ થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, જિલ્લામાં આવેલ તમામ હોટલ, રેસ્ટોરન્ટ, મોલ તા.૦૭-૦૬-૨૦૨૦ સુધી બંધ રાખવાના રહેશે, તેમજ તા.૦૮-૦૬-૨૦૨૦ થી સામાજીક અંતરનું પાલન કરવાની શરતે હોટલ, રેસ્ટોરન્ટ, મોલ ખોલી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. ઓન લાઈન શિક્ષણ પ્રવૃતિ હાથ ધરી શકાશે. જિલ્લામા કન્ટેનમેન્ટ ઝોન/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલ હોય કે ભવિષ્યમાં જાહેર થાય તેમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારના ૭ થી સાંજના ૭ કલાક સુધી રહેશે. કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ આર્થિક પ્રવૃતિઓ માટે નગરપાલીકા વિસ્તારમાં સવારે ૮ થી સાંજના ૭ કલાક અને નગરપાલીકાની બહારના વિસ્તારમા સવારે ૮ થી સાંજના ૮ કલાક સુધીનો સમય રહેશે. લોક-ઈન ફેસેલીટી ધરાવતા ઉધોગો તથા સતત ચાલતી પ્રક્રિયાવાળા ઉધોગો છૂટ-છાટના સમયગાળા સિવાયના સમય માટે પણ ચાલુ રાખી શકાશે. ખાનગી ઓફિસોમાં ૧૦૦ ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ચાલુ રાખી શકાશે. ટુ વ્હીલરમાં ૨, ઓટોરીક્ષા/ટેક્સીમાં ડ્રાઈવર સહિત ૩ અને ફોર વ્હીલમા ડ્રાઈવર સહિત ૩ વ્યક્તિ અને ૬ કે તેનાથી વધારે વ્યક્તિની સીટીંગ કેપેસીટીવાળા ફોર વ્હીલરમાં ડ્રાઈર સહિત ૪ વ્યક્તિ અવર જવર કરી શકશે. ખાનગી/સીટી બસમાં ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ કરી શકશે. મેળાવડા, લોકમેળા, સામાજીક, રમતગમત, ધાર્મિક તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈપણ પ્રસંગોનું આયોજન કરવું નહિ. તા.૦૭-૦૬-૨૦૨૦ સુધી તમામ ધાર્મિક સ્થળોએ પુજારી સેવા-પુજા કરી શકશે. ત્યારબાદ તા.૦૮-૦૬-૨૦૨૦થી તમામ ધાર્મિક સ્થળો/દેવસ્થાનો/ સામાજીક અંતરનું પાલન કરવાની શરતે દર્શનાર્થીઓ માટે ખોલી શકાશે. લગ્ન માટે વર-કન્યા પક્ષના અને વિધિ કરનાર સહિત વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓની મર્યાદામા આયોજન કરી શકશે. અંતિમયાત્રમા વધુમાંવધું ૨૦ વ્યક્તિઓ જોડાઈ શકશે. જે માટે મંજુરી મેળવવાની જરૂર નથી. પાન-માવાની દુકાનો ચાલુ રાખી શકાશે. ચા-કોફીના સ્ટોલ તેમજ વાણંદની દુકાનો, હેર કટીંગ સલુનો, બ્યુટીપાર્લરની સેવાઓ સામાજીક અંતરનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. તમામ ફેરીયાઓ/લારીઓ/સ્થાનિક બજારોની પ્રવૃતિઓ તા.૦૮-૦૬-૨૦૨૦થી સોશ્યલ અંતરનો અમલ કરવાની શરતે ચાલુ કરી શકાશે. સબંધિત ચીફ ઓફિસરશ્રીઓએ આ અંગેની વ્યવસ્થા કરવાની રહેશે. જિલ્લામાં રાત્રીના ૯ થી સવારે ૫ કલાક વાગ્યા સુધી કોઈએે મંજુરી વગર અવર-જવર કરવાની રહેશે નહિ. માસ્ક ન પહેરવા અને થુંકવા બદલ રૂા.૨૦૦નો દંડ વસુલવા શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસરશ્રી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. દરેક એકમોના માલિકો/દુકાનદારો/ધંધાર્થીઓએ ૬ ફુટ સામાજીક અંતર જાળવવુ, હેન્ડ વોશ, સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ દુકાનોમાં એકી સાથે ૫ થી વધારે વ્યકતિઓ એકઠા ન થાય તે માટે દુકાન માલીકે તકેદારી રાખવાની રહેશે.

આ આદેશ ફરજ ઉપર રહેલ સરકારી કર્મચારી, રોજગારીમાં હોય તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહિ. ફરજ પરના સરકારી કર્મચારીઓ-અધિકારીશ્રીઓએ એક બીજાથી ૧ મીટરનું અંતર રાખવુ. આ હુકલ તાત્કાલીક અસરથી તા. ૩૦ જૂન સુધી લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *