રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
નાગેશ્રી ગામ ની બેય કેનાલ અનદાજીત ઈ. સ. ૧૯૯૭ પછી પણ હજી સુધી પાણી નથી અપાયું..
કેનાલ 22 વર્ષ પહેલા અકે વાર પાણી આપવામાં આવ્યું હતું બાદમાં આ કેનાલ ખેડૂતો ને સવાર સાંજ આખે આવે છે પણ તેમાં 22 વર્ષ સુધી પાણી જેવું કાય જોવા નથી મળ્યું..
ખેડૂતો પાસેથી તેની જાણ પત્રકારોને થતાં ખેડૂતોની ખાસ મુલાકાત લેવામાં આવી હતી..
મુલાકાત દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ ખેડૂત કનું ભાઈ વરુ દ્વારા જણાવવામાં આવ્યું કે 1997 અકે વાર આ કેનાલ પાણી આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 22 વર્ષ થી કેનાલ મસ્ત મોટા બાવળ થઈ ગયા.તેની જાણ હજી અઘિકારીઓ ને પણ નથી.
ખાંભામાં તાલુકા માં આવેલ રાઈડી ડેમમાંથી પાણી સોડવામાં આવે છે પણ રાઈડી ડેમનાં અધિકારી ઓને પણ ખબર નથી કે રાઈડી ડેમની કેનાળ નાગેશ્રી ગામે આવે છે.
આ કેનાલને જો ખરેખર કટિંગ કેનાલ બનાવવા મા આવે તો જ સેવાડાના ખેતર સુધી પાણી પહોચે..
આ કેનાલની ખરેખર જો કોઈ મોટા અધિકારી મુલાકાત લેય તો ખબર પડે કે રાઈડી ડેમ ના અધિકારીઓ શુ કરે છે.