રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને આની સાવચેતી ના ભાગરુપે ભારત દેશ ના બધા શિવાલયો દેવાલયો અને ધાર્મિક સ્થળો સંપૂર્ણ પણે બંધ કરી દેવામા આવ્યા હતા અને હાલ મા લોકડાઉન નંબર 4.0, ચાલી રહ્યુ છે અને થોડા જ સમય મા આ લોકડાઉન નંબર 4.0 પૂર્ણ પણ થઈ જશે પણ ભારત સરકાર ની ઘોષણા અનુસાર કે લોકડાઉન નંબર 4.0 પૂરૂ થતા જ ભારત દેશ ના ઘણા ખરા યાત્રા ધામો મંદિર વગેરે ખુલવાની શકયતા છે તો આ વાત ને ધ્યાન માં લઈ ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મંદિર માં પણ મંદિર ખુલવાની તૈયારી ઓ શરુ કરી દેવામાં આવી છે જેમા યાત્રીકો ને દર્શન પથ પર ઊભા રહેવા મા કુંડાળા ની સગવડ કરવામાં આવી છે અને બીજી જગ્યાએ પણ ઊભા રહેવા માટે સ્ટીકર પણ લગાડવામાં આવ્યા છે અને આની સાથે જ સોસીયલ ડીસટસીન નો ખુબ જ ધ્યાન માં લઈ અને કામગીરી કરવામાં આવી રહી છે આની સાથે જ અંબાજી મંદિર માં દર્શન માટે આવતા યાત્રીકો માટે સેનેટાઈઝ ની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને આની સાથે જ અંબાજી મંદિર માં પ્રસાદ કેન્દ્ર પણ શરુ કરવામાં આવશે અને આની સાથે જ અંબાજી મંદિર માં દર્શન માટે આવતા યાત્રીકો ને માસ્ક પહેરવુ ફરજીયાત રહશે અને સેનેટાઈઝ કરી મંદિર અંદર પ્રવેશ આપવામાં આવશે.