રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા તાલુકામાં આવેલ ચોપડા ગામ થી લઇ ને પચમહુડિયા ગામ સુધીના બધા ગામોની જોડતી તરસંગ જ્યોતિગ્રામ વીજપુરવઠો પોહોચાડે છે આ બધા ગામો માંથી વારંવાર લોકો ફરિયાદ કરેલ છે કે વરસાદના એક છાંટા ની શરૂવાત થી વીજળી દૂલ થઈ જાય છે અને ત્યાંનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વારંવાર ફરિયાદ કરવા ફોન કરે છે તો સામે કોઈ ફરિયાદ લખવા કે સાંભળવા માટે કોઈ ફોન ઉચકતાં નથી તથા ત્યાં કામ અર્થે આવેલ એમ.જી.વી.સી.એલ ના રીપેરીંગ ના કર્મચારીઓ વારંવાર એક જ વાત નું રટણ કરે છે કે ત્યાંના માણસો નો સ્ટાફ બહુ ઓછો છે અને રીપેરિગ માટે ની ગાડીઓ પણ ઓછી છે તેઓ એક જ પ્રકારનો જવાબ આપે છે અંતરિયાળ ગામોમાં વારંવાર વીજળી દૂર થવાથી અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી શું આવું દર ચોમાસાની સિઝનમાં ચાલતું રહેશે કે તેનો અંત આવશે ? એવું સમગ્ર લુણાવાડા તાલુકામાં ચર્ચાનું વાતાવરણ ઊભું થયું છે થયેલ છે.
વારંવાર આ વીજળી ડૂલ થવાની ફરિયાદ છેક ઉપરના લેવલના અધિકારીઓ સાથે એટલે કે બરોડા સુધી પણ જાણ કરી છતાં પણ કોઈ ઉકેલ મળેલ નથી-જાગૃત નાગરિક નલીન પટેલ મુવાડી
અગાઉ પણ આ જ રીતે એગ્રીકલ્ચર ની લાઈન સાત થી આઠ દિવસ સુધી મળેલ ન હતી જયારે ખેડૂતોને ખૂબ જરૂરિયાત હતી ત્યારે પણ વીજળી ડૂલ થઈ ગઈ હતી- સરપંચ નલીન પટેલ ડોકેલાવ