રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ નગરમાં પતંગદોરાના વેપારીઓ એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાલી પતંગો બજારોમાં આવી ગઈ છે.ઉતરાયણના તહેવારને લઈને સરકાર દ્વારા જે પ્રકારની ગાઇડલાઇન જાહેર કરાય છે તે મુજબ પતંગ રસિયાઓમાં મૂંઝવણ વર્તાઈ રહી છે ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવું જણાવ્યું હતું. વર્ષોથી ચાલી આવેલા પતંગોત્સવની ઉજવણી કરવામાં માંજા મેકરોનું મહત્વનું યોગદાન થાય છે. તેમના પરિવારની વર્ષની આજીવિકા માટે મહત્વનો પર્વ માનવામાં આવે છે. વર્ષમાં એક વાર ઉતરાયણ આવતી હોય છે. કેટલાક પરિવારજનો આ વ્યવસાય પર જ નિર્ભર હોય છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ઉતરાયણના તહેવારને ગણતરીનાં દિવસો જ બાકી છે. ગુજરાતમાં યોજાતો પતંગોત્સવ આ વર્ષે નહીં યોજાય દર વર્ષે ઉતરાયણના તહેવારના ૧૦-૧૫ દિવસ પહેલા પતંગની ખરીદી અર્થે ભારે ભીડ જામતી હોય છે પરંતુ આ વર્ષે ગ્રાહકોની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે અગાશી ઉપર વધુ માણસો ભેગા થઈ શકશે નહીં. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ઉતરાયણ ની મોજ માણવી પડશે.