રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પાટણ જિલ્લાના રાધનપુર,સાંતલપુર,સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે ડીઝીટલ માધ્યમ થી સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે જિલ્લા ગ્રામીણ વિકાસ એજંસી, દેના આર સે ટી પાટણ સાથે સંકલન કરી ડાયલ આઉટ દ્વારા કૌશલ્ય વિકાસ અંગેની તાલીમોની અને તાલીમબાદ શરૂ કરી શકાય તેવા અલગ અલગ ગ્રુહ ઉધોગોની માહિતીઆપવામા આવી.
આયોજિત ડાયલ આઉટમા જિલ્લા ગ્રામ વિકાસ એજ્ન્સી પાટણના જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી સંકેતભાઇ જોષી દ્વારા કોરોના -૧૯ અંગેની સાવચેતીની માહિતગાર કર્યા ત્યારબાદ સ્વ સહાય જુથ પોતાની બચત,ફરતુ ભંડોળ અને લોન દ્વારા લઘુ ઉધોગ શરૂ કરી આત્મનિર્ભર બહેનો કઇ રીતે બની શકે તેની ખુબ જ વિગતેથી વાત કરી હતી. સંકેતભાઇએ એ પણ વાત કરી હતી કે જો કોઇ સ્વ સહાય જુથ સેનેટરી પેડ બનાવવા માંગતુ હોય તો તે માટે જે સામાન અને મશીનરી જરૂર હોય તેના માટે લોન ની પણ વ્યવસ્થા થઇ શકે તેમ છે. આ સિવાય મરી મસાલા, નર્સરી, અથાણા પાપડ, કરીયાણા ની દુકાન, કટલેરી, કેટરીગ વગેરે જેવા વ્યવસાયોની માહિતી આપી હતી. આ ઉપરાંત સ્વ સહાય જુથનો વહીવટ પારદર્શક બને તેનાપર ભાર મુક્યો હતો.
આ ડાયલ આઉટમા ચલવાડાના ખુશી મહિલા મંડળના પ્રમુખ શ્રી કૈલાશબેન ઠાકોરે પોતાના મંડળ દ્વારા કપાસીયા ખોળના વ્યવસાયની માહિતી આપી હતી. દેના આર સે ટી અને રીલાયન્શ ફાઉન્ડેશનના સંકલનથી પશુપાલનની તાલીમ લીધી ત્યાર બાદ સ્વ સહાય જુથા મા બચત શરૂ કરી અને મંડળના ગ્રેડીગ બાદ મળેલ લોનથી હાલ કપાસીયા ખોળ વેચાણનુ શરૂ કર્યુ છે તેની સરળ ભાષામા સમજ આપી હતી.
ત્યાર બાદ દેના આર સે ટી પાટણના આશીષભાઇ જોષી દ્વારા દેના આર સે ટી નો પરીચય આપી તેનો ઉદેશ્ય અને કામગીરી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ જેમા તેમણે વિવિધ મહિલાલક્ષી તાલીમોની માહિતી આપી હતી દિકરા દિકરીને એકસમાન માની તેમનામાં જે કૌશલ્ય હોય તેનો વિકાસ કરવો જોઇએ તેવુ દરેક માતા-પિતા એ સમજવુ જોઇએ. તેમણે દેના આર સે ટી પાટણના સેંટરમા અને ગ્રામ સ્તરે થઇ શકે તેવી તાલીમોથી માહિતગાર કર્યા હતા.
તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી મુકેશભાઇ રાવલ દ્વારા સજીવખેતી કરવા પર ભાર મુક્યો હતો સાથે સાથે સ્વ સહાય જુથના પાંચ આધાર સ્તંભની વાત કરી જેમાં નિયમીત મીટિંગ,બચત,ધિરાણ, નિયમિત વસુલાત અને દસ્તાવેજી કરણનો સમાવેશ કર્યો હતો.
નિષ્ણાતોના માર્ગદર્શન બાદ ડાયલઆઉટમા જોડાયેલા જુથના આગેવાનો સાથે પ્રશ્નોત્તરી કરવામા આવી હતી જેના વિષય નિષ્ણાતો દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામા આવ્યા હતા.
અંતમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ડાયલ આઉટમા જોડાયેલા ૧૦ ગામના ૩૦ સ્વ સહાય જુથના ૬૦ આગેવાનો, મીશન મંગલમ સ્ટાફ, સી આર પી અને વિષય નિષ્ણાતોનો આભાર માની ડાયલ આઉટ પુર્ણ જાહેર કરી હતી. એવું રીલાયન્સ ફાઉન્ડેશન ના વર્ષાબેન મહેતાની યાદી માં જણાવેલ છે.