રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
લોલાડા ગામ ની અંદર ૧૩૦ થી વધારે માલધારી પરિવાર વસવાટ કરે છે. ગામ માં ૪૦૦૦ હજાર થી વધુ પશુઓ અન્ય સમુદાય પણ પશુપાલન પર આધારિત છે.માલધારીઓ ની જેમ પશુપાલન સાથે સીધા સંકડાયેલા છે.લોલાડા ગામ ની ગૌચર જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જેથી માલધારીઓ ને ખૂબ ચરિયાણ માટે મુશ્કેલી પડી રહી છે. અને વારંવાર ખેડૂત અને માલધારીઓ આમ સામે આવી જાય છે. એ ગંભીર બાબત કહેવાય અમારી માંગણી છે. કે લોલાડા ગામ નું ગૌચર તત્કાલિક ખાલી થાય. એવી અમારી માલધારીઓ ની માંગ છે. સરકાર નિયમ મુજબ ૧૦૦ પશુએ ૪૦ એકર જમીન હોવી પડે પણ એની સામે સાવ ઓછા પ્રમાણ ગૌચર જમીન છે આથી આ ગૌચર પર નું દબાણ દૂર નહીં કરવામાં આવે તો માલધારી વિકાસ સંગઠન ગુજરાત ના નેજા હેઠણ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડછે.એની સંપૂણ જવાબદારી આપની રહે છે.