રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લામા રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર મનોજ કોઠારી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. જીનસી વિલિયમના માર્ગદર્શન હેઠળ વાયરસ સામે રક્ષણ મેળવવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક અધિકારી ડો.સેજલ માર્ગદર્શન હેઠળ જણાવ્યા મુજબ ઉકાળાનું સમગ્ર રાજપીપલા ના વોર્ડમા ની:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ.૨૫/૫/૨૦૨૦ થી ૨૯/૫/૨૦૨૦ સુધી સતત 5 દિવસ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ તથા સ્વામી વિવેકાનંદ ગ્રુપ રોટરી કલબ ઓફ રાજપીપલા -નર્મદા ડેમ ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં રાજપીપળામાં સેવા ભાવી નાગરકો આગળ આવી ને મદદ કરી હતી.