રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં કલેકટર શ્રી વિજય ખરાડી સાહેબે સુચના આપી હતી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું સિદ્ધાંતનું લોકો દ્વારા સારી રીતે અનુપાલન થાય એ એ સૂચનાને ધ્યાનમાં રાખીને આજરોજ પિપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વેપારીઓ જોડે તપાસ કરવામાં આવી હતી! જે વ્યાપારી એનો પાલન ન કરતા હતા એના જોડે પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીને શ્રી દ્વારા દંડ લેવામાં આવ્યો હતો જેમાં ૨૮ વેપારીઓ જોડેથી ૫૯૦૦ રૂપિયાનો દંડ લઈને પાવતી આપી હતી અને માસ્ક આપવામાં આવ્યા હતા.