રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા પોલીસ વડા ની સુચના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પ્રોહીબીશનના કેસો અને નાસતા ફરતા ગુનેગારો ને ઝડપી પાડવા માટે કમર કસી હતી.જેમાં ઉપરા-છાપરી ત્રણ ગુનાઓ ને ડીટેક્ટ કરવામા સફળતા મેળવી હતી.
નર્મદા ના નાંદોદ તાલુકા ના નિકોલી ગામ નો જયેશ પ્રહલાદ વસાવા રહે.નિકોલી અપહરણ ના ગુના મા છેલ્લાં 4 વર્ષ થી પોલીસ ચોપડે ફરાર નોંધાયેલો હતો જેને પકડી પાડવામાં નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ના પો.ઈ. એમ.બી પટેલ,તથા સ્ટાફ ના માણસો ને સફળતા મળી હતી.
બીજા એક પ્રોહીબીશનના ગુના મા એલ.સી.બી સ્ટાફ ના માણસો દારુ ની હેરાફેરી ની વોચ મા ગોઠવાયા હતાં તે દરમિયાન મોટરસાઈકલ નં GJ 05 2526 ઉપર જતા અમીત દીલીપભાઈ વસાવા,રહે.ચિકદા તા.ડેડીયાપાડા ને ગેરકાયદેસર દારુ તેમજ બિયર ના જથ્થા, મો.સાઈકલ સહીત 28,200/- નો મુદ્દામાલ કબ્જે કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મા ગુનો નોંધાવ્યો હતો.
ત્રીજા ગુના મા નાંદોદ તાલુકા ના ખામર ગામે બાતમી ને આધારે રેઈડ કરતાં નિર્મળાબેન પ્રવિણભાઈ વસાવા ના ઘર ના રસોડા અને તિજોરી મા સંતાડેલો ગેરકાયદેસર ઈંગ્લીશ દારુ જેની કીંમત રુ.34,680/- પકડી પાડવામાં આવેલ પરંતું નિર્મળા બુટલેગર ફરાર થઈ હતી,આ દારુ નો જથ્થો જીતનગર બાર ફળીયા ના સોમા રામાભાઈ વસાવા નાઓ વેચાણ કરવાના ઈરાદે આપી ગયા હોવાનુ પોલીસ તપાસ મા ખુલતાં તેઓ સામે આમલેથા પોલીસ સ્ટેશન મા ગુનો દાખલ કરવામા આવ્યો હતો.
ચોથો ગુનો રાજપીપળા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માથી ડીટેકટ થયો હતો, બિતાડા-મૌજી ગામ પાસે વોચ મા ગોઠવાયેલા રાજપીપળા પો.સ્ટેશન ના પી.એસ.આઈ એમ.બી વસાવા તથા પોલીસ ટીમે સામે થી આવી રહેલી લાલ કલર ની ઈંડીગો કાર નં.GJ 16 AJ 2272 ને રોકવા પ્રયાસ કરવા છતાં કાર હંકારી મૂકતા તેનો પીછો કરતાં ચાલક કાર ને રોડ સાઈડ ઉપર ઉતારી બિનવારસી મુકી ને ડુંગર બાજુ નાસી છુટ્યો હતો, કાર ચેક કરતાં કાર મા ઈંગ્લીશ દારુ હોવાનુ જણાયુ હતુ જેથી દારુ સહીત કાર ને મુદ્દામાલ તરીકે કબ્જે કરી ગુનો નોંધી ગુનેગારો ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
આમ નર્મદા જિલ્લા એલ.સી.બી તથા ટાઉન પોલીસે નોંધપાત્ર કામગીરી કરી ઈંગ્લીશ દારુ ની સિન્ડીકેટ ને તોડી પાડવા માટે કમર કસતા બુટલેગરો મા ફફડાટ જોવા મળ્યો છે.