રાજપીપળા થી રામગઢ ને જોડતા પુલ પર કામ કરતો મજૂર ૨૫ ફુટ થી નીચે પડતાં ગંભીર ઈજા,સારવાર અર્થે વડોદરા ખસેડાયો.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

રેલીંગ નું બેલેન્સ હટતા મજુર રેલીંગ સાથે ૨૫ ફુટ નીચે પટકાયો,બીજી રેલીંગ પણ મજુર પર પડી પરંતુ મજુર નો આબાદ બચાવ

કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો ને કોઈ પણ જાતના સેફ્ટી ના સાધનો ન અપાતા આ બ્રિજ પર કામ કરતા મજૂરો ને જીવનું જોખમ ની ચર્ચા

રાજપીપળા કરજણ થી રામગઢ ને જોડતા પુલ નું કામ જોર શોર માં ચાલી રહ્યું છે.ઘણા મજૂરો આ પુલ નું કામ કરી રહ્યા છે, જલ્દી જ આ પુલ નું કામ પૂર્ણ થવા ને આરે છે ત્યારે મંગળવારે બપોરે ૩ વાગ્યા ના અરસામાં આ પુલ પર ૨૫ ફુટ જેટલી ઊંચી રેલીંગ પર કામ કરતો મજુર નીચે પડી જતાં ગંભીર ઇજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપભાઈ ચતુરભાઈ બારીયા નામ નો મજુર આ પુલ ના રેલીંગ પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ રેલીંગ નું સમતુલન ખોરવાતા દીપિલ બારીયા રેલીંગ સાથે જ લગભગ ૨૫ ફુટ ની ઊંચાઈ એ થી નીચે પડી જતા બીજી રેલિંગો પણ તેના ઉપર પડી હોવાનું જાણવા મળ્યું હતું.જોકે દીપીપ બારીયા નો આ ઘટના માં આબાદ બચાવ થયો હતો.એટલી ઊંચાઈ પર થી પડતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ બધા મજૂરો દોડી આવ્યા અને બ્રિજ નું કામ થોડા સમય માટે થંભી ગયું હતું. આ ઘટના દરમીયાન લાલ ટાવર પાસે રહેતા સામાજિક આગેવાન રાજુભાઈ રાઉલજી ત્યાં પુલ નજીક નદીના ઓવારા પાસે જ હોય તેમણે ૧૦૮ ને ફોન કરી બોલાવી હતી અને દિલીપભાઈ ને રાજપીપળા સરકારી હોસ્પિટલ માં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા.જોકે જાણવા મળ્યા મુજબ દિલીપ બારીયા ને છાતી માં દુખાવો થતા તેને વડોદરા રીફર કરાયા હતા.

જાણવા મળ્યા મુજબ પુલ નું કામ જોર માં ચાલુ છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો ને કોઈ પણ જાતના સેફ્ટી ના સાધનો આપવામાં નથી આવ્યા સેફ્ટી ના સાધનો ન હોવાથી આ બ્રિજ પર કામ કરતા મજૂરો ના જીવનું જોખમ બમણું થઇ જાય છે. કરોડો ના ખર્ચે બની રહેલા આ બ્રીજ ના કોન્ટ્રાકટર પાસે શું મજૂરો ની સેફ્ટી માટે ના સાધનો જ નથી? જો આ મજૂરો ને સેફ્ટી ના સાધન આપ્યા હોત તો આ દુર્ઘટના માં મજૂર ઇજાગ્રસ્ત થતા બચી શક્યો હોત,આવી ગંભીર બેદરકારી બાબતે તંત્ર એ પણ કોઈજ તકેદારી ન રાખી..?જો આજની આ દુર્ઘટના માં મજૂરે જીવ ગુમાવ્યો હોત તો એ માટે જવાબદાર કોણ..?

કરોડો ના ખર્ચે બની રહેલા આ પુલ ના મજૂરો સેફ્ટી ના સાધનો વગર જ જીવના જોખમે કામ કરે છે. કોન્ટ્રાકટર અને લાગતા વળગતા તંત્ર ના અધિકારીની નિષ્કાળજી કે મિલીભગત બાબતે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.સાથે સાથે મજૂરો ને સેફ્ટી ના સાધનો બાબતે પણ કાળજી લેવાય તે જરૂરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *