રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
જેતપુરમા સગીર વિધાર્થીની ઉપર થયેલ ગેંગરેપ કે જેમા આરોપીઓ ઘણી બધી અસામાજીક પ્રવ્રુતિઓ સાથે જોડાયેલ છે અને આવી જ રીતે આ ગેંગ દ્રારા બીજી અનેક યુવતીઓને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા તથા તેમની અંગતપળોને મોબાઈલમા રેકોર્ડ કરી અન્ય મિત્રો ને શારિરીક સબંધો બાંધવા માટે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપતા હોય છે જ્યારે આવા બનાવ બને ત્યારે દેવાયત આહિર જેવા પોલીસમેન આરોપીઓને છાવરવા પરીવારને ગર્ભીત ધાક-ધમકી આપી ડરાવતા હોય છે જેને લીધે ઘણીવાર આવા બનાવો નો ભોગ બનેલ યુવતી ડરી જતી હોય છે. અને ફરીયાદ કરવા નું ટાડતી હોય છે. પોલીસની ઢીલી નીતી અને આરોપીઓ પ્રત્યે કુણુ વલણ દાખવી આરોપીઓને છાવરે છે. અને ફરીયાદીઓને ધમકાવે છે માટે આવા પોલીસ અધીકારીઓ પર આકરા પગલા લઈ અને ડિસમીસ કરવા જોઇએ જેથી આવા બનાવો બંધ થાય તેવી માંગ સાથે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ એ મામલતદાર સાહેબ અને એ.એસ.પી સાહેબ ને આવેદન પત્ર આપ્યું અને જો આ આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમા અખિલ ભારતીય વિધાર્થી પરીષદ ઉગ્ર આંદોલન કરશે.