રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોના મહામારી અને ત્રણ મહીના જેટલાં લાંબા લોકડાઉન ને પગલે આખાં દેશ સહીત ગુજરાત મા પણ સંક્રમણ વધવાની સાથે-સાથે લોકો ના વેપાર ધંધા પડી ભાંગ્યા છે, જે લોકો ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં તેમની પણ નોકરીઓ ઝુંટવાઈ જવા પામી છે કે ઝુંટવાઈ જવાની તૈયારીમાં છે. લોકો પાસે જે બચત મુડી હતી તે ત્રણ મહીના ની તાળાબંધી મા ખર્ચાઈ ગઈ છે. જેથી કરીને પ્રજાના એક મોટા વર્ગને રાહત મળે તે હેતુથી માર્ચ, એપ્રિલ, મે અને જુન મહીના સુધી વિજળી નુ બિલ માફ કરવામા આવે, ગરીબ અને મધ્યમ વર્ગના પાણી,રહેઠાણ, મિલ્કત વેરા અને નાનાં ધંધાર્થીઓના વેરા માફ કરવામા આવે,ખાનગી શાળાઓ ની આગામી શૈક્ષણીક વર્ષ ના પ્રથમ સત્ર ની ફી માફ કરવામા આવે અથવા સરકાર એ ફી નુ વહન કરે,ખેડુતો એ ખેતી માટે લીધેલ કૃષિ લોનના વ્યાજ ની માફી અને લોન પરત કરવાની મુદતને વધારવા માં આવે.
તાળાબંધી મા લોકો ઘર મા પુરાઈ રહેવા મજબુર બન્યાં છે અને આવક ના સ્ત્રોત મંદ પડ્યા છે તો આ સમયે દયનીય હાલત મા મુકાયેલી પ્રજા ની મદદ કરવી એ સરકાર ની બંધારણીય ફરજ ગણાય,સૌથી જુનો રાષ્ટ્રીય પક્ષ હોવાના નાતે પણ કોંગ્રેસ કપરાં સમયે લોકો ના પ્રશ્નો ને વાચા આપી પડખે રહેવાની કોંગ્રેસ ની નીતિ રહી છે. તે અંતર્ગત નર્મદા જીલ્લા કોંગ્રેસે મામલતદાર નાંદોદ ને આવેદન પત્ર આપી વેરા,સ્કુલ ફી વિગેરે માફ કરવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપ્યું હતું.