રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉન સમયગાળા દરમ્યાન માનનીય પ્રધાનમંત્રીશ્રીના આદેશ અનુસાર અને જનહિતમાં લેવાયેલ લોકડાઉનમાં “ઘરમાં રહો સુરક્ષિત રહો” ના સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે તથા આવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં સતત કોરોનાના વિચારોથી મન વ્યાકુળ બની જાય છે.
ઉનાળાના ધોમ ધખતા તડકામાં લોકો ત્રાહિમામ પોકારી વૃક્ષના છાંયડાંનો સહારો લે છે. આ વિચારતાની સાથે કામ કરવાની ચોક્કસ દિશા મળી ગઈ અને અમારા ફળિયાના સર્વે યુવાન,વડીલો સાથે પ્રત્યક્ષ રીતે લોકડાઉનના સમયગાળાનો સદઉપયોગ કરવાની અને સાથે યોગ્ય અંતર જાળવીને ચર્ચા શરૂ કરવામાં આવી.
નારપુરા/દિપાપુરા ગામના યુવાન અને ઉત્સાહી સરપંચશ્રી જયેશભાઈ દ્વારા ગામના વિકાસ માટે જે વૃક્ષારોપણની શરૂઆત કરી ગામને ગોકુળ ગામ બનાવવા માટે જે જહેમત ઉઠાવી કામગીરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી આ અમારા સૌના માટે પ્રેરણાની પહેલ હતી. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અને ગામના અગ્રણી વડીલોના માર્ગદર્શન મુજબ શ્રમદાન,સમયદાન દ્વારા અમારા ફળિયાના યુવાનો થકી નિસ્વાર્થ ભાવે વૃક્ષા રોપણની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો.
“છોડમાં પણ રણછોડ” કહેવતને સાર્થક કરવા માટે જે ફળિયાના તમામ ઉત્સાહી યુવાનો દ્વારા છેલ્લા વીસ દિવસથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો તે માટે તમામ સાથી મિત્રોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપ્યું તે માટે સૌને વંદન સહ અભિનંદન.