રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મંગલમ સોસાયટીમાં બે પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેઇન્મેન્ટ, બફરઝોન, હાઇરીસ્ક ઝોનમાં આવતા ૭૦ ઘરોના ૮૦૧ લોકોની આરોગ્યની ટીમ અને આશાવર્કરની -૫ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૪૩ લોકો ૫૦ વર્ષની ઉંમરના અને પાંચ વર્ષ સુધીના ૫૨ બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. કોઇ શંકાસ્પદ દર્દી જણાયેલ નથી. તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.એ.બી.ચૈાધરીની યાદીમાં જણાવાયું છે.