Panchmaha Mirror Desk
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કાર્યભાર સંભાળી લીધો છે, અને તેઓ પોતાનો સાઉદી પ્રવાસ અધવચ્ચે જ છોડીને દિલ્હી પાછા ફર્યા છે. આ તરફ આજે દિલ્હી PM હાઉસમાં બેઠક બાદ હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના કહેવા મુજબ અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનમાંથી 5 સપોર્ટ સ્ટાફને દૂર કરવામાં આવ્યા છે. આ સાથે ભારતમાં પાકિસ્તાન હાઈ કમિશન બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ત્રણેય દળો હાઇ એલર્ટ પર છે.


હુમલામાં સરહદ પારની સંડોવણી: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં કુલ 26 લોકોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં સરહદ પારની સંડોવણી હતી. પાકિસ્તાન આ હુમલાને સમર્થન આપી રહ્યું છે.

વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનમાંથી 5 સપોર્ટ સ્ટાફને દૂર કરવામાં આવ્યા. પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના કર્મચારીઓને પાછા બોલાવવામાં આવ્યા છે.
