દરોડા / દેશભરમાં પોલીકેબ ઇન્ડિયા ના વિવિધ ઠેકાનો ઉપર I.T દરોડા – PANCHMAHAL MIRROR |

breaking Gujarat Latest Madhya Gujarat

વાયર-કેબલ કંપની પર તવાઈ

  • ગુજરાત, મુંબઈ સહિત 30થી 40 જગ્યાએ દરોડા

  • હાલોલની ફેક્ટરી, અમદાવાદની સેલ્સ ઓફિસમાં તપાસ

  • પોલીકેબ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટરોને ત્યાં દરોડા

તાજેતરમાં આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં પ્રારંભિક માહિતી અનુસાર, કંપની ઓફિસ અને ડાયરેક્ટરોના ઘર પર દરોડા પડ્યા છે.આ અંગેની માહિતી અનુસાર, આજે સવારે વાયર અને કેબલના વ્યવસાય સાથે જોડાયેલી પોલીકેબ ઈન્ડિયા કંપનીના પર ઇન્કમટેક્સ વિભાગની તવાઈ આવી છે. જેમાં ગુજરાત મુંબઈ સહિત અનેક રાજ્યોમાં 40 થી 50 જગ્યા ઉપર દરોડા પડ્યા છે.પોલીકેબ હાલોલની ફેક્ટરી અને અમદાવાદની સેલ્સ ઓફિસમાં પણ સર્વેક્ષણમાં લેવામાં આવી છે. તેમજ દમણમાં પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું હોવાની વિગતો સામે આવી છે. તેમજ કંપનીના ડાયરેક્ટરોના ઘરે તેમજ ઓફિસો પર દરોડા પડ્યા છે. એટલું જ નહીં ગુજરાતના એક ઉચ્ચ અધિકારીનું પણ કંપની સાથે કનેક્શન હોવાની ચર્ચા શરૂ થઈ છે.કંપનીના દેશભરમાં 23 જગ્યા પર પ્રોડોક્શન અને ઉત્પાદનની સુવિધાઓ ધરાવે છે, જ્યારે 15 થી વધુ ઓફિસો અને 25 થી વધુ વેરહાઉસ આવેલા છે. જેમાંથી પણ કેટલાંક સ્થાનો પર ઈન્કમટેક્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર પંચમહોત્સવ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળો અમારી ચેનલ ઉપર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *