યાત્રીગણ કૃપયા ધ્યાન દે…, આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ.

Anand breaking Godhra Gujarat Latest Madhya Gujarat

|| પંચમહાલ મિરર ડેસ્ક ||

આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે.

જાહેરાત

પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે.

  • 1. ટ્રેન નંબર 09131આણંદ- ગોધરા મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
  • 2. ટ્રેન નંબર 09132 ગોધરા- આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
  • 3. ટ્રેન નંબર 09379 આણંદ- ડાકોર મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
  • 4. ટ્રેન નંબર 09380 ડાકોર- આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.

જાહેરાત

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની માહિતી
ટ્રેન નંબર 19319 વેરાવળ- ઈન્દોરમહામના એક્સપ્રેસ 31.07.2024 અને 07.08.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર- આણંદ- બાજવા- છાયાપુરી- ગોધરાથઈને ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 20936 ઈન્દોર- ગાંધીધામ સુપરફાસ્ટ 28.07.2024 અને 04.08.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા- છાયાપુરી- બાજવા- આણંદ- ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.

આ પણ વાંચો….

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *