|| પંચમહાલ મિરર ડેસ્ક ||
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે 8થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.
BH યાર્ડમાં પાણી ભરાવાને કારણે અને બ્રિજનં. 471 વડોદરા ડિવિઝનના ગોથાણગામ અને સયાનયાર્ડ વચ્ચે ટ્રેનો રદ કરવામાં આવી છે.
1) ટ્રેન નં. 09158 (ભરૂચ – સુરત) મેમુ જેસીઓ 24.07.24 સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. 2) ટ્રેન નં. 09300 (આણંદ – ભરૂચ) મેમુ જેસીઓ 24.07.24 સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. 3) ટ્રેન નં. 09299 (ભરૂચ – આણંદ) મેમુ જેસીઓ 25.07.24 સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. 4) ટ્રેન નં. 09162 (વડોદરા – વલસાડ) JCO 24.07.24 સંપૂર્ણપણે રદ થયેલી છે.
ઘરોમાં પાણી ધુસ્યા, વેપારીઓ શટર પાડી ઘર તરફ રવાના
વડોદરાના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે. માંડવી લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે નાના-મોટા અનેક વેપારીઓ પોતાના વેપારની દુકાનો બંધ કરીને ઘરે આવવાની શરૂઆત કરી દીધી છે. વોટર લોગીનના કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રીત દુષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.