અહો આશ્ચર્યમ્! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીનાં સ્થાને માટીનો વરસાદ થયો.?

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

તંત્રની જાણ બહાર હાઇવાઓ ભરેલી માટી ક્યાંથી આવી?

તંત્ર અને સરપંચની જાણ બહાર રસ્તામાં નાખવામાં આવેલી માટીથી દરરોજ અકસ્માત થતાં આજુબાજુના ગામોના રહીશોમાં ભારેલો અગ્નિ!

પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે પંચામૃત ડેરી થી લઈને અંદરના આજુબાજુના કેટલાય ગામમાં જવાનો મુખ્ય ડામર રસ્તો પસાર થાય છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા મે રજાકરણીઓ દ્વારા કોઇપણ પ્રકારની વાત સંભાળવામાં આવતી નથી. ડેરીના દરરોજના હજારો વાહનો અવરજવર થતી હોય છે જેના કારણે રસ્તાઓ બિસમાર હાલતમાં થઈ ગયા છે ઉપરાંત વરસાદના કારણે વરસાદની હાલાત કફોડી થતી જ્યાં છે ત્યારે ગામના લોકોને પડ્યા પર પટું જેવો ઘાટ સર્જાયો છે.

ચોપડા થી શિત કેન્દ્ર તરફ જવાના રસ્તા પર વર્ષથી બિસમાર હાલતમાં રસ્તો થઈ ગયો હોવાના કારણે રસ્તામાં મોટા ખાડા પડી જવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે આવનારા સમયમાં આ રસ્તાના સમારકામ પણ કરવામાં આવતું કે નથી રસ્તો નવો બનાવમાં આવતો. રસ્તામાં પડેલા ખાડાના કારણે અનેક ગામોના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર ક્યારે હરકામતમાં આવશે તેવા હજારો સવાલો ઉઠ્યા છે?

દરેક ટાઈમ નેતાઓ દ્વારા જ્યારે મત લેવામાં હોય છે ત્યારે આ રસ્તા માટે હમણાં જ મંજૂર થઈ જશે એવું કહીને વર્ષોથી ઉઠાં ભણવામાં આવી રહ્યા છે ત્યારે વારંવાર નેતાઓના આપેલા વાયદાઓ પોકળ સાબિત થાય છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે શું નેતાઓ દ્વારા બીજું કોઈ મોટું બહાનું આપીને મત લેવામાં આવશે કેમ? પ્રજાની વચ્ચે જઈને મોટા મોત વાયદા કરીને રસ્તાઓ અને વિકાસના કામો કરવાની ખાતરી આપતા નેતાઓ જ્યારે આવી હાલાકી પ્રજાને ભોગવવી પડે છે ત્યારે સંતાકૂકડી રમવા માહેર એવા નેતાઓ પ્રજાના પ્રશ્નો વચા આપી શકતા નથી ત્યારે આ રસ્તાઓ કોઈ કાયમી ઉકેલ આવશે ખરો?

સરપંચ દ્વારા કરવામાં આવતો રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હજારો વિકાસની વાતો કરતા તંત્ર દ્વાર જ્યારે આ પ્રકારે રસ્તા બાબતે કોઈ કાર્યવાહી ન કરીને લોકોના જીવ જોખમમાં મૂકાય એવી પરિસ્થિતિનીનું નિર્માણ થયું છે ત્યારે આવનાર સમયમાં શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કેમ?

અચાનક ઠલવાઈ ગયેલી માટીથી તંત્ર અને સરપંચ પણ અજાણ છે ત્યારે સમગ્ર પંથકમાં વરસાદના પાણીનાં સ્થાને માટીનો વરસાદ થયો હોવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે અચાનક આવેલી માટીથી અકસ્માત સર્જાય છે ત્યારે આ માટીમાં કેટલા હજુ ભોગ લેવાશે? સરકારની બાબુઓ દ્વારા કેટલાય વર્ષોથી રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા ક્યારે રસ્તો બનાવવમાં આવશે એવા હજારો સવાલ સવાલો છે?

ક્યાંથી માટી આવી છે અમને કઈ ખબર નથી પરંતુ હું તપાસ કરી લવ છું અને મેટલ નાખવી દવ છું પરંતુ હું આ માટી ક્યાંથી આવી છે જાણતો નથી.- ગામેતી,જિલ્લા પંચાયત અધિકારી

વર્ષોથી કેટલીય રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ આ રસ્તા બાબતે સભળાવામાં આવતી નથી અને વારંવાર આશ્વાશન આપીને સમય જ પસાર કરવામાં આવે છે. આ કાદવમાં પડી જવાના કારણે પગના અંદરના ભાગે મોચ આવી છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે કે પછી આમ જ તકલીફ ભોગવી પડશે ભગવાન જાણે.- કંચનભાઈ પટેલ, ભોગ બનેલ ગામના રહીશ

ધારાસભ્ય તેમજ તંત્રને જાણ કરી છે બસ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ શરૂ કરશું એવો દિલાસો આપવમાં આવ્યો છે પરંતુ અચાનક નાખવામાં આવેલી આ માટીની કોઈ વિગત મને ખબર નથી.-સરપંચ, નાવામુવડા ગ્રુપ ગ્રામ પંચાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *