પંચમહાલ મિરર ડેસ્ક.
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
રવિવાર ને જેઠ સુદ ગંગા દશમ ના પવિત્ર દિવસએ પરંપરા મુજબ સમસ્ત હાલોલ તેમજ આજુબાજુ ના પંચાલ સમાજના લોકો દ્વારા શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ યોજાયો હતો. જેમાં હાલોલ શહેરની મધ્યમાં આવેલ તળાવની પાળ પર પૌરાણિક કાળથી શ્રી ચામુંડા માતાજીના બેસના છે અને તેજ અલોકિક મંદિર ખાતે ચામુંડા માતાજીના પાટોત્સવની ઉજવણી અને પવિત્ર નવચંડી યજ્ઞ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરાયા હતા.
જેમાં સવારે 11:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી માતાજી પ્રાથના પૂજા અર્ચના અને મહા-આરતી માતાજીનો યજ્ઞ અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં બપોરે 12 કલાકથી માતાજીના નવચંડી યજ્ઞ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજ ના માઈ ભક્તો માતાજીના મહાયજ્ઞમાં જોડાયા હતા અને યજ્ઞમાં જોડાઈ પૂજા અર્ચના કરી ધન્ય થયા હતા જેમાં સાંજે 6:00 કલાકે યજ્ઞના હવનમાં શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી જે બાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને સમસ્ત પંચાલ સમાજના લોકો માટે મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન સમસ્ત પંચાલ સમાજ ટ્રસ્ટ હાલોલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ પંચાલ સમાજના પ્રમુખ અને શ્રી વિશ્વકર્મા વંસી સેના માં અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પંચાલ (માઁ મોટર્સવાળા) તેમજ ભાણાભાઈ પંચાલ, પ્રશાંતભાઈ પંચાલ, સુરેશભાઈ પંચાલ, વિજયભાઈ પંચાલ, હેમેશભાઈ પંચાલ સહિત અન્ય ટ્રસ્ટી મંડળના સદસ્યો તેમજ સમસ્ત પંચાલ સમાજના મહિલા- પુરુષો, યુવાન- યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.