|| પંચમહાલ મિરર ||
… .. …
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.
- 15 મિનિટ માટે ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો
- સ્ટાફે હાથથી પમ્પિંગ કરી દર્દીને ઓક્સિજન આપ્યો
- 15 મિનિટ બાદ ઓક્સિજન પૂર્વવત્ કરાયો
ત્યારે આજે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 20 મિનિટ સુધી ઑક્સિજનનો સપ્લાય બંધ રહેતા દર્દીઓની હાલત કફોડી બની હતી.
સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગના કામ વખત ઑક્સિજનની લાઈન પર JCB ફરી વળ્યું હતુ. જેના કારણે 20 મિનિટ માટે SSG હોસ્પિટલમાં ઑક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો.
અચાનક ઑક્સિજન સપ્લાય બંધ થતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. જ્યારે ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓને માઉથ બલૂનથી ઑક્સિજન સપ્લાય કરવામાં આવ્યો હતો.
આ ઘટનાના પગલે ICUમાં દાખલ દર્દીઓના પરિવારજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા પણ કબૂલવામાં આવ્યું કે, થોડા સમય માટે ઑક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો.
હોસ્પિટલની આ ગંભીર બેદરકારીના કારણે દર્દીઓ તેમજ તેમના પરિવારજનો ના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ મામલે ICUમાં દાખલ દર્દીઓના પરિવારજઓમાં રોષ જોવા મળ્યો. તો બીજી તરફ કર્મચારીઓ દ્વારા પણ કબુલવામાં આવ્યું કે થોડા સમય માટે ઓક્સિજન સપ્લાય બંધ થયો હતો.