પંચમહાલ મિરર ડેસ્ક.
ગોધરા ખાતે એ.એસ.ફાયનાન્સ કંપનીમાંથી નરેશ મુરલીધર લુધીયાણી, રહે. વાવડીબુઝર્ગ, ગોધરા, એ થોડા – થોડા સમયગાળા દરમિયાન રૂા.૧૧,૭૫,૦૦૦/– ઉછીના લીધા હતા અને તે નાણાંની ભરપાઈ માટે ચેકો આપેલા, જે ચેકોનો ફાઇનાન્સ કંપની દ્વારા બેન્કમા પોતાનું લેણું વસૂલવા એકાઉન્ટ માં ભરેલ પરંતુ તે ચેકો રીટર્ન થયેલા અને ચેકની રકમ એ.એસ.ફાયનાન્સને મળેલ નહી, તેથી એ.એસ.ફાયનાન્સ વતીથી તેઓના એડવોકેટ ડી. જે. મહેતા દ્વારા કાયદેસર રીતે ધી નેગોશીયેએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ નોટીસ આપેલી અને તે બાદ પણ નોટીસ મુજબ પાલન કરેલ ન હોય, તેઓની સામે ધી નેગો. ઈન્સ્ટ. એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી કેસ નં.૧૩૫૮/ર૦૧૯ એ દાખલ કરેલ. તે ફરીયાદ ગોધરાના મહે. ત્રીજા એડી. જયુડી. મેજી. શ્રી અભિષેક વી. વર્મા સાહેબની કોર્ટમા , ફરીયાદપક્ષે તેઓના વકીલ ડી. જે. મહેતાએ કરેલ ધારદાર દલીલો અને રજુઆતોને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને એક વર્ષથી સાદી કેદની સજા તથા રૂા.૧,૦૦,૦૦૦/- દંડ, ફરીયાદીને ચુકવવા માટેનો હુકમ કરેલ છે, તે ઉપરાંત ચેકની રકમ રૂા.૧૧,૭૫,૦૦૦/- તથા તે ઉપર ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૬% લેખે વ્યાજ ચુકવવા માટેનો પણ હુકમ કરેલ છે.