Panchmahal / વિષ્ણુ સહસ્ત્ર નામ પારાયણ પરીવાર કાલોલ દ્વારા બદ્રીનાથ ખાતે   ભાગવત કથાનું આયોજન.

Bhakti Kalol Madhya Gujarat

બદ્રીનાથ ધામ ખાતે જલારામ મંદિર હોલ ખાતે તા ૨૫/૦૮ થી ૩૧/૦૮ દરમીયાન બપોરના ૧ થી ૫ ના સમયગાળામા શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર પ. પુ શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) પ. પુ. ડોંગરેજી મહારાજ ના પરમ શિષ્ય બીરાજી ભકતજનોને શ્રીમદ્ ભાગવત કથા અને પિતૃ મોક્ષ ગાથા ની કથા નુ રસપાન કરાવશે. બદ્રીનાથ ના પાવન સાનિધ્યમા પુ વેદવ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોનું આલેખન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ નુ કાયમ નિવાસસ્થાન બદ્રીનાથ મા છે તેવા પરમધામ મા જવા કાલોલ થી મોટી સંખ્યામાં ભકતજનો ભારે ઉત્સાહથી મંગળવારે રાત્રે રવાના થયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *