નવસારી ના મૂળ વતની અને કોલકાતામાં રહેતા પ્રખ્યાત વૈજ્ઞાનિકનું આકસ્મિક આવસાન થયું હતું હાલ સમગ્ર ભારતમાં ચાલી રહેલા લોકડાઉંન ને કારણે હવાઈ સેવા બંધ હોવાથી મૃત્યુ પામેલા વૈજ્ઞાનિકના મૃતક શરીર ને વેસ્ટ બંગાળ કોલકાતા થી એમ્બ્યુલન્સ મારફતે નવસારી ખાતે લાવવા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે એમ્બ્યુલન્સમાં તકનીકી ખામી સર્જાતા પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા હાઈવે ની હિંમતપુરા ચોકડી પાસે આવી ને બગડી હતી જેની જાણ આજુબાજુના ગામના યુવકો ને થતા દેલોલ ના ૨ યુવકો એ માનવતા પૂર્ણ કાર્ય કરીને વૈજ્ઞાનિકના મૃતક શરીર ને તેમની ટવેરા ગાડીમાં નવસારી ખાતે પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી હાલ નવા નિયમ મુજબ ગુજરાત રાજ્ય ના એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જવા માટે પાસ ની જરૂરિયાત હોતી નથી. પરંતુ ટવેરા ગાડીમાં વૈજ્ઞાનિકનું મૃતક શરીર હોવાથી આગળ જતા કોઈ પ્રશ્ર્ન ન ઉદ્દભવે તે માટે પાસ ની જરૂર પડતા કાલોલ મામલતદાર એ ઉપરી અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી આંતર જિલ્લા પરિવહન પાસ બનાવી આપ્યો હતો અને આ રીતે દેલોલ ગામના યુવાનો એ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
Home > Madhya Gujarat > Kalol > કાલોલ: દેલોલના યુવાનોએ વૈજ્ઞાનિકના મૃતક શરીરને નવસારી પહોંચાડી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું