પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે.
પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા બનાવેલા વ્હોટ્સએપ ગ્રૂપનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી પ્રમાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ખનિજ-માફિયાઓ સામે ગુનો નોંધાયા બાદ વધુ બે ઇસમના મોબાઈલ ચેક કરતાં ઝડપાયેલા મોબાઇલમાં રંગીલું પંચમહાલ, ફિર હેરાફેરી જેવાં વ્હોટ્સએપ ગ્રૂપ મારફતે લાકડાં-માફિયા દ્વારા વન વિભાગની ટીમની જાસૂસી કરાતી હોવાનું ષડ્યંત્ર ઝડપી પાડ્યું હતું.
પંચમહાલ જિલ્લા માં વધુ એક જાસૂસીકાંડ બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તપાસ દર મ્યાંન 11થી વધુ વ્હોટ્સએપ ગ્રૂપ મળ્યાં.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાણખનિજ વિભાગ પુરવઠા વિભાગ અને વન વિભાગના અધિકારીની અવરજવર પર જાસૂસી કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું હતું તેવામાં ખનિજ-માફિયાઓ દ્વારા અલગ અલગ ગ્રૂપ બનાવી અધિકારીઓ તેમજ તેમનાં વાહનો કઈ દિશા તરફ જઈ રહ્યાં છે એની હિલચાલ અને લોકેશન વ્હોટસએપ મારફતે પાસ કરવામાં આવતા હતા.
ત્યારે આ સમગ્ર જાસૂસીકાંડનો પર્દાફાશ ગોધરા એસ ડી એમ પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 11થી વધુ વ્હોટ્સએપ ગ્રૂપ મળ્યાં હતાં.