પંચમહાલ મિરર ડેસ્ક
સ્ટોરી એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ હોય કે પોલીસ તંત્ર કે પછી પ્રાંત અધિકારી ઓફિસ માં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે આખરે મીડિયા માં સમાચારો પ્રસારિત થયા બાદ ખનિજ વિભાગ ના પેટ નું પાણી હાલતા ખાણ ખનિજ વિભાગ , પંચમહાલ દ્વારા કાલોલ પોલીસ મથકમાં ફરીયાદ કરવા માં આવી ,. આ જાસૂસી ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી.
સમગ્ર જાસૂસી કાંડ માં ઝડપાયેલા 18 ઇસમો વિરૂદ્ધ નામજોગ કાલોલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ છે.
કાલોલ પોલીસ એ ઇપીકો કલમ 186 ,34 તથા આઇટી એક્ટ 66ઇ મુજબ ફરિયાદ નોધી.
કેમ રચાયુ જાસુસીનું ષડયંત્ર ?.
અત્રે સવાલ એ થાય છે કે આ શખ્સોએ આવું કાવતરૂં કેમ રચ્યું હશે. માહિતી મળી છે કે છેલ્લા કેટલાંક સમયથી અધિકારીઓએ ગેરકાયદે પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે માફિયાઓ પકડાઇ ન જાય અને તેમની પ્રવૃતિ ચાલતી રહે, તે માટે અધિકારીઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ગોધરા કલેક્ટરે કાલોલના ચલાલી પાસેથી એક શખ્સને ઝડપ્યો હતો.
ઉપરોક્ત સમગ્ર મામલો જોવા જઈએ તો રાજ્ય માં રેતી – માટી – પત્થર ખનન વર્ષો થી ચાલતું આવ્યું છે અને એવા માં પંચમહાલ જિલ્લા ના ભુ માફિયા ઓ બેફામ રીતે સરકારી તિજોરી ને નુકસાન પહોચાડતા જ આવ્યા છે આ સમગ્ર જાસૂસી કાંડ થી શું ખાણ ખનિજ વિભાગ ના અધિકારીઓ માહિતગાર નહિ હોય?? શું એ માની શકાય??? એ પણ એક સવાલ છે. કેમ કે ગોધરા થી વડોદરા હાઇવે અને વેજલપુર થી ચાલી તરફ ના રોડ ઉપરજ ઘણી એવી જગ્યા ઓ છે કે ત્યાં રેતી ના ઢગ્લા હોય છે તદ્દઉપરાંત રેતી ના પ્લાન્ટ પણ છે તો શું એ આ ખાણ ખનિજ વિભાગ ના એક પણ અધિકારી ને નહિ દેખાયું હોય…??? અને શું એમાંના તમામ પ્લાન્ટ કાયદેસર હશે???
કાલોલ તાલુકામાં થી પસાર થતી ગોમા નદી માં ખુલ્લે આમ માટી – રેતી ખનન ચાલતું આવ્યું છે, કાલોલ હાઈવે – દેલોલ , શામળ દેવી ચોકડી , મલાવ ચોકડી અને કાલોલ નગર માં પાતાલેશ્વર મહાદેવ મંદિર પાછળ અને મંદિર થી દોલતપુરા જવા ના રસ્તા ઉપર જ કેટલું રેતી – માટી ખનન ચાલતું હોય છે તેવી રજુવાત ગામ લોકો દ્વારા વારંવાર અલગ – અલગ માધ્યમો થકી કરવા માં આવતી હતી. સાથે સાથે સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલો ના માધ્યમ થી પણ વારંવાર સમાચારો પ્રસારિત કરવામાં આવતા હતા તો પણ એક બે ટ્રેકટરો પકડી ને ખુશ થતું અને પબ્લિક ને ખુશ કરતું ખાણ ખનીજ વિભાગ આ જાસૂસી કાંડ બાદ શું નક્કર કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું…