રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
મિતગૃપ નર્મદા ના યુવાનો ૬ વર્ષ થી ઇમરજન્સી માં બ્લડ ની સેવા આપે છે અને અત્યાર સુધી ૪ વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે અને કોરોના ના કપરાકાળ માં બ્લડ ની અછત હોવાથી રોજબરોજ બ્લડની અછત સર્જાય છે જેમાં મિતગૃપ રોજબરોજ લોકો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ ની સેવા આપે છે જેમાં આજે રાજપીપળા સોનિવાડ વિસ્તારનાંદોદ તાલુકાના ખોજલવાસા ગામ તથા ડેડીયાપાડા ના અંતરિયાળ ચોપડી ગામ મળી આમ ત્રણ ગામના અલગ અલગ દર્દી ને ત્રણ યુનિટ બ્લડ ની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું.મિત ગ્રુપ ના યુવાનો હંમેશા આવા સેવાકાર્ય માટે તત્પર રહી જરૂરિયાતમંદ લોકો ને નિઃસ્વાર્થભાવે પોતાની સેવા આપતા આવ્યા હોય નર્મદા જિલ્લામાં આરોગ્ય બાબતે ની સેવાઓ કથળેલી જોવા મળે છે તેવા સમયે આવા બીજા કેટલાક ગ્રુપ ના યુવાનો બીમાર દર્દીઓ માટે ખાસ મદદરૂપ સાબિત થયા છે.