વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકાના કંબોપા ગામે આવી પહોંચી હતી અને સમગ્ર ગ્રામજનો વતી સરપંચ એ સ્વાગત કર્યું હતું અને ગામની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ અજમેલસિંહ પરમાર પાડવા જિલ્લા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ સ્વરૂપસિંહ પૂર્વ ખેડા જિલ્લા પંચાયતના નેતા ઉદેસિંહ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રતિનિધિ કાંતિભાઈ મહીસાગર જીલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર તાલુકા પંચાયતના સદસ્ય કમ્બોપા પંચાયત ના સરપંચ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ પૂર્વ સરપંચ તાલુકા વિકાસ અધિકારી , વિસ્તરણ અધિકારી કંબોપા તલાટી કમ મંત્રી ગામના વડીલો વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા