યોગેશ પંચાલ, છોટાઉદેપુર
કવાંટ તાલુકાના અંતિયાળ એવા સૈડી વાસણ તથા મોટી કઢાઇ પ્રા.આ.કેન્દ્ર વિસ્તાર ની બહેનો ને છોટા ઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ના આરસીએચઓ ડૉ.એમ.ટી.છારી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. અશોક સેન તથા ડૉ. અર્જૂન રાઠવા તથા ધીરજ હોસ્પિટલ ના સ્ત્રી રોગ નિષણાત દ્વારા સગર્ભા બહેનો ને તબીબી સેવાઓ જેવી કે સોનોગ્રાફી , લોહિ ની તપાસ, દવાઓ વગેરે નિશુલ્ક આપવામાં આવી તથા સગર્ભા બહેનો ને પોતાના ગામ થી ધીરજ હોસ્પિટલ સુધી ની લાવવા લઈ જવાની વ્યવસ્થા તથા ભોજન ની વ્યવસ્થા ધીરજ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી.સદર કેમ્પ માં ૯૨ સગર્ભા બહેનો એ લાભ લીધો હતો. સમગ્ર કેમ્પ નું સફળ આયોજન પ્રા.આ.કેન્દ્ર : સૈડીવાસણ સુપરવાઈઝર રણછોડ ભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું…
*We Are Hiring..!*
યુવક યુવતીઓ માટે સમાચાર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક….
*સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.*
*https://www.youtube.com/@gujaratnationnews*
લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…
Gujarat Nation
Panchmahal Mirror
7572999799