દિનેશ ભાટિયા – પંચમહાલ
ઘોઘંબા તાલુકાના સરસવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો.
નારાજ સભ્યો સરપંચ ને હટાવવાની માંગ કરી
ઘોઘંબા તાલુકાના સરસવા ગામના ગ્રામજનો તેમજ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવી હતી ઘોઘંબા તાલુકાના સરસવા ગામના સરપંચ હીરાભાઈ રાઠવા સામે છેલ્લા ઘણા સમયથી સભ્યો તેમ જ ગ્રામજનોમાં રોજ જોવા મળી રહ્યો છે અને આ અંગે ગ્રામજનો દ્વારા અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તેમજ પંચમહાલ જીલ્લા કલેકટર શ્રી ને પણ આ અંગે રજુઆત કરવામાં આવેલ છે ગ્રામજનો ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા સામાન્ય સભા કે ગ્રામસભા માં કોઈને રજૂઆત સાંભળવામાં આવતી નથી.
ગામના વિકાસના કામોમાં ગેરરીતિઓ કરવામાં આવે છે તેમજ ગામના સ્મશાન નો રસ્તો સરપંચ દ્વારા મનસ્વી રીતે બંધ કરી દેવાયો હોવાનું ગામલોકો તથા સભ્યો એ જણાવ્યું હતું અને આ બાબતનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં ગામલોકો માં પણ સરપંચ પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ અગાઉ પણ સરસવા ગામમાં એક મરણ થતાં તેની અંતિમયાત્રા કાઢતી વખતે સ્મશાન માં જવાના રસ્તા ને લઈને વિવાદ થયો હતો જેમાં ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી તેમજ સર્કલ ઓફિસર ને મોકલી પોલીસ બંદોબસ્ત સાથે સ્મશાન માં જતો રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો પરંતુ સરપંચ દ્વારા ફરી એકવાર આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આમ ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં આખરે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો પૈકી ચાર સભ્યોએ સરપંચમાં અવિશ્વાસ વ્યક્ત કરી આજરોજ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે નારાજ સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે સરપંચને હટાવવાની માંગણી કરી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબા નાઓને અવિશ્વાસની દરખાસ્ત આપી હતી.