જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકામાં કોરોના વાયરસનો કાળો કહેર વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા.

Corona Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવાંમાં આવશે નહીં તો સ્થિતિ વધુ વણસશે…

કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાંછે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે કાલવાણી ગામમાં એક બડોદર ગામમાં એક અને કેશોદ શહેરમાં બે કેસ પ્રકાશમાં આવ્યાછે
કેશોદ શહેર-તાલુકા માં કોરોના પોઝીટીવ કેસ વધીને બાવીસને પાર થયાંછે અને છેલ્લાં બે દિવસમાં જ સાત નોંધાયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે કેશોદ તાલુકામાં વધૂ કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર બનીછે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવાંમાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં સ્થિતિ વધુ વણસી જાય તો નવાઈ નહીં કેશોદ શહેર-તાલુકામાં કોરોના મહામારી અંગે દરેક વ્યક્તિઓને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દ્વારા માહિતી જાહેર કરવામાં આવતી નથી અને એક તરફ સોશ્યલ મીડિયામાં સમાચાર ફરતાં થઈ જાયછે ત્યારે લોકો અવઢવમાં હોયછે કે ખરી હકીકત શું હશે કેશોદ શહેર-તાલુકામાં કોરોના મહામારીમાં સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે કેશોદ આરોગ્ય વિભાગ દ્વારા ખરી માહિતી છુપાવવા પાછળ નો હેતુ શું હશે અને મીડીયાને માહિતી કેમ આપવામાં આવતી નથી એવાં પ્રશ્નો પણ ઉભા થયા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક તંત્રને સંપૂર્ણ રીતે સ્વતંત્ર સતા આપવામાં આવી છે ત્યારે આવનારાં દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો છે ત્યારે ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો તહેવારો બગડે એવી સ્થિતિનું નિર્માણ તંત્રની બેદરકારીને કારણે થાય તો નવાઈ નહીં કેશોદ શહેર-તાલુકામાં વધુ પડતાં કોરોના પોઝીટીવ કેસ હોટ સ્પોટ પરથી આવેલા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે ત્યારે રેડ ઝોનમાંથી આવતાં વ્યક્તીઓની તપાસ હાથ ધરવામાં આવે તો સંક્રમણની સાંકળ તુટે અને કેસ નોંધાતાં અટકી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *