દિલ્હી વિધાનસભાની અંદર મળેલી સુરંગને લઈને મોટી જાણકારી સામે આવી…

Latest

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યુ કે આ સુરંગના ઈતિહાસને લઈને સ્પષ્ટતા નથી. જોકે આ સુરંગને અંગ્રેજોએ જ બનાવી હશે અને આનો ઉપયોગ પણ તેમના દ્વારા કરવામાં આવતો હશે.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે આ સુરંગની સાથે-સાથે ફાંસી ઘરને પણ સામાન્ય જનતા માટે ખોલવાની તૈયારી છે.વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યુ, 75મી વર્ષગાંઠમાં આગામી 26 જાન્યુઆરી અથવા 15 ઓગસ્ટ પહેલા આને એક સ્વરૂપ આપીને સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે.દિલ્હી વિધાનસભા વિશે પ્રમાણ મળે છે કે દિલ્હી, દેશની રાજધાની બન્યા બાદ 1911થી આ ઈમારતને સેન્ટ્રલ લેજેસ્લેટિવ એસેમ્બલી એટલે કે અંગ્રેજોએ આ ઈમારતનો પોતાના સંસદ ભવન તરીકે ઉપયોગ કર્યો
દિલ્હી વિધાનસભાની અંદર બનેલી સુરંગ અને ફાંસી ઘરને સામાન્ય લોકો માટે ખોલવાની તૈયારી છે. વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ અનુસાર પર્યટન વિભાગને શનિવારે અને રવિવારે વિધાનસભામાં લોકોને લાવવાની અનુમતિ આપવામાં આવે, આ હિસાબથી તેઓ વિધાનસભાનુ માળખુ તૈયાર કરી રહ્યા છે.75મી વર્ષગાંઠ પર થશે શરૂઆત
વિધાનસભામાં મળેલી સુરંગનો ઉપયોગ આઝાદીની લડતમાં ક્રાંતિકારીઓને ફાંસી સુધી પહોંચાડવા માટે કરાતો હતો. સુરંગની લંબાઈ લગભગ સાત કિલોમીટર જણાવાઈ છે. આ સુરંગ એટલા માટે વધારે મહત્વપૂર્ણ છે કેમ કે કેટલાય ક્રાંતિકારી આ સુરંગથી લાવવામાં આવ્યા અને દિલ્હી વિધાનસભામાં બનેલા ફાંસી ઘરમાં હસતા-હસતા વિદાય લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *