ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Godhra GUJARAT ELECTION 22 Latest Madhya Gujarat

ગોઘરા લાલબાગ મંદિરના હોલ ખાતે યોજવામાં આવેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, આસી.નોડલ ઓફિસર PwD તથા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી પંચમહાલ હાજર રહી કેમ્પમાં હાજર દિવ્યાંગ મતદારોને આગામી ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ જીલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ની SVEEP Activity અન્વયે પંચમહાલ જીલ્લાના દિવ્યાંગ મતદારોમાં મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તેમજ અચૂક મતદાન કરે તેવુ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું.

લોકશાહીમાં દરેક મતદારના મતદાનના અઘિકારો, લોકશાહીમાં મતદાનનુ મૂલ્ય તથા ભારતના ચૂંટણી આયોગ તરફથી ખાસ દિવ્યાંગ મતદારો માટે લોન્ચ કરવામાં આવેલ PwD App અંગે ૫ણ માહિતી આ૫વામાં આવી હતી. એ૫ના માઘ્યમથી મતદાનના દિવસે વ્હીલચેર,સહાયક તથા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંગેની માહિતી આપી હતી. હાજર દિવ્યાંગ મતદારો પૈકી જેમની પાસે સ્માર્ટફોન હતા તેમને PwD App ડાઉનલોડ કરાવી તેનો કેવી રીતે ઉ૫યોગ કરવો તેની સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૦ જેટલી સંખ્યામાં દિવ્યાંગ મતદારો ઉ૫સ્થિત રહયા હતા.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *