આગામી રવિવારે રાજ્યભરમાં ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા બિનસચિવાયલ ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્સ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજનાર છે.આ પરીક્ષાના ઉમેદવારોને વતનના જિલ્લાથી અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયેલા હોઇ સમયસર પરીક્ષાના શહેર,ગામ સુધી ઉમેદવારો પહોચી શકે તે માટે મહેસાણા,પાટણ, કલોલને આવરી લઇને મહેસાણા વિભાગના તમામ 12 બસસ્ટેશનથી શનિવાર બપોર થી રવિવાર સુધી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. મહેસાણા વિભાગીય નિયામક વીનુભાઇ ચૌધરીએ કહ્યુ કે,બીજા જિલ્લામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપવા જવાનુ છે તે નજીકના બસસ્ટેશને 50 થી 60 ઉમેદવારોના ગ્રૃપમાં બસ બુકિંગ કરાવી શકશે.તેમના માટે એકસ્ટ્રા બસ સંચાલન કરવામાં આવશે. આગામી શનિવારે બપોરે 3 વાગ્યા થી રવિવાર દિવસ દરમ્યાન સુધી આ એકસ્ટ્રા બસ સંચાલનનું આયોજન ચાલશે. આ પહેલા ઉમેદવારો નજીકના બસસ્ટેશનનો સંપર્ક કરીને જે જિલ્લાના શહેર,ગામમાં પરીક્ષા હોય તેનું ગ્રૃપમાં બુકિ઼ગ કરાવે તે વ્યવસ્થાના ભાવરૂપે હિતાવહ છે. ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા રવિવારે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પહેલીવાર ફરજના સ્થળના શહેર,તાલુકાથી અન્ય શહેર,તાલુકાના સેન્ટરે અધિકારીઓને આ પરીક્ષા ફરજ ફાળવાઇ હોવાનું સુત્રોથી જાણવા મળ્યુ હતું.મામલતદાર, ટી.ડી.ઓ, ચીફઓફીસર સહિતના અધિકારીઓએ તકેદારી અધિકારી, આયોગના પ્રતિનિધી તરીકે આ પરીક્ષા ફરજમાં લેવાયા છે.