આજવા સરોવરના ઉપરવાસમાં આવેલા પ્રતાપપુરા સરોવરની જળ સ્રોત તરીકે વિકસાવવાનું બે વર્ષ અગાઉ આયોજન વિચારાયું હતું ,પરંતુ એ પછી તેમાં જરા પણ પ્રગતિ થઇ શકી નથી ,અને જાણવા મળ્યા મુજબ આખું આયોજન અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું છે. પ્રતાપુરા સરોવરમાં આજવા સરોવરની ઉપર વાસ હાલોલ-પાવાગઢ વગેરે વિસ્તારમાં પડતા વરસાદનું પાણી આવે છે. અને આ પાણી આજવા સરોવરમાં ભરાય વ્યવસ્થા કરાઈ છે. આજ થી 17 વર્ષ અગાઉ ભારે વરસાદને કારણે પ્રતાપપુરા સરોવર નો પાળો તૂટી ગયો હતો અને એ પછી પણ બીજી વખત નુકસાન થયું હતું ,ત્યારથી સરોવરમાં પાણી ભરવાનું જોખમ લેવાતું નથી. બે વર્ષ અગાઉ પ્રતાપપુરા સરોવર ને જળ સ્ત્રોત તરીકે વિકસાવવા માટે તેને ખોદકામ કરીને ઉંડુ કરવા અને સરોવરના પાળા ના મજબૂતીકરણની કામગીરી કરવા વિચાર્યું હતું. આ માટે ગાંધીનગરમાં મિટિંગ થઈ હતી. ડેમ સેફટી પેનલની ટીમે પ્રતાપુરા સરોવરની મુલાકાત લીધી હતી, ત્યારબાદ ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ ડિઝાઇન ઓર્ગેનાઈઝેશન પાસેથી અભિપ્રાય મેળવ્યો હતો. સરોવરને ઊંડું કરવાથી ભય સ્થાન વ્યક્ત કર્યો હતો અને ઊંડું કરવાથી વધુ પાણી મળવાનું લાભ મળશે તેવી શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. વડોદરા ઈરીગેશન સર્કલ એ પણ ના પાડી દીધી હતી અને ખોડીને ઊંડું કરવાની કામગીરી થઇ શકી ન હતી. પ્રતાપપુરા સરોવરનો ડાઇવર્ઝન ડેમ તરીકે ઉપયોગ કરાય છે, તેને સ્ટોરેજ સરોવર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. હાલ પ્રતાપપુરા માં ચોમાસા પૂર્વે ની કામગીરીમાં સાફ-સફાઈ અને જંગલ કટીંગ ની કામગીરી થઇ રહી છે.