શાળાએ જતા અને નહીં જતા તમામ બાળકને વૅક્સિન અપાશે. સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં બુધવારથી 12થી 14 વર્ષના બાળકોને ચોરોના પ્રતિરોધક વેકસીન મુકવાનો કાર્યક્રમ શરૂ થશે. જિલ્લામાં કુલ 44389 બાળકોને વૅક્સિન મુકાશે. જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે. શાળાએ જતા અને શાળાએ ન જતા 12થી 14 વર્ષના તમામ બાળકોને રસી મુકાશે. તા.16 માર્ચ બુધવારના રોજથી જિલ્લાના 12થી 14 વર્ષ વયજૂથનાં તમામ બાળકોને કોરો નાની રસી મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના 12થી 14 વર્ષ વયજૂથનાં તમામ બાળકોને આવરી લેવાશે. જેના માટે આરોગ્ય વિભાગ શાળાઓ સાથે સંકલન કરીને શાળાઓમાં જ વિદ્યાર્થીઓને વૅક્સિન મુકવાન માટે જશે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર જે બાળકોનો જન્મ તા.15 માર્ચ 2010 પહેલાં થયો હોય એવાં તમામ બાળકોને કોરોનાની રસી મુકવામાં આવનાર છે. સંખેડા તાલુકા ની આ 8 શાળામાં વેક્સિનેશન કરવામાં આવશે. સંખેડા તાલુકાની ગુંડીચા અને રામપુરા શાળા, બહાદરપુર કુમાર શાળા અને કન્યાશાળા, ભાટપુર હાઈસ્કૂલ અને ભાટપુર પ્રાથમિક શાળા, પડવન અને લાછરસ પ્રાથમિક શાળામાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે.
Home > Madhya Gujarat > Chhota Udaipur > છોટાઉદેપુર જિલ્લામાં 12થી 14 વર્ષના 44389 બાળકોનું રસીકરણ શરૂ કરાયું.