રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં અઠવાડિયા પહેલા ગાજવીજ સાથે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ભારે પવન સાથે વરસાદના મારથી ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે ઠાસરા તાલુકાના અણદી, ગોળજ, પીપલવાડા જેવા ગામોમાં ભારે વરસાદથી ડાંગર જમીનદોસ્ત થઇ ગઈ છે જયારે ગળતેશ્વર તાલુકાના અંબાવ, કોસમ, ડાભસર જેવા ગામોમાં પણ ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે ખેતરોમાં ઉભો ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને મોંઘુ બિયારણ, ખાતર અને દવા છંટકાવનો ખર્ચ માથે પડ્યો છે જેને કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતોએ મદદની માંગણી કરી છે ભારે વરસાદ અને પવનને કારણે થયેલ પાકના નુકશાન અંગે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી પાક સહાય મળે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.